કબજિયાત ધરાવતાં બાળકો માટે માર્ગદર્શન

(Advice for children with constipation, Gujarati translation)

આંતરડા કેવી રીતે કાર્ય કરે છે?

  • આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પેટમાં મિક્સ થાય છે અને સૂપ જેવા મિશ્રણમાં ફેરવાય જાય છે.
  • જે નાના આંતરડામાં જાય છે, જ્યાં આપણને સ્વસ્થ રાખવા માટે શરીર દ્વારા ઉપયોગમાં લેવા માટે તમામ પોષક તત્વો (સારા પદાર્થો) અવશોષિત કરવામાં આવે છે.
  • જ્યારે તે મોટા આંતરડામાંથી પસાર થાય છે, ત્યારે તેમાંથી પાણી શોષાય જાય છે અને મળ નરમ સોસેજના આકારમાં ફેરવાય છે જે મળત્યાગ માટે તૈયાર હોય છે.
  • જ્યારે પણ ગટ મસલ્સ (પાચનતંત્રના સ્નાયુઓ) દબાય છે ત્યારે મોટા આંતરડામાં રહેલો
    મળ આગળ વધે છે.
  • જ્યારે મળ મળાશય સુધી પહોંચે છે, ત્યારે મળાશય ખેંચાય છે અને તે મગજને સંદેશ મોકલે છે કે આપણને મળત્યાગ કરવાની જરૂર છે.

શું ભૂલ થઈ શકે છે?

  • જો આપણે આ સંદેશને પ્રતિક્રિયા આપતા નથી, તો મળ ત્યાં જ રોકાય રહે છે.
  • પાચનતંત્રના સ્નાયુઓ દબાણ કરવાનું ચાલુ રાખે છે તેથી વધારે માત્રામાં મળ એકત્રિત થઈ જાય છે, મોટા આંતરડામાં મળ જમા થઈ જાય છે અને વધુ પાણી શોષાય છે, અને મળ સખત થઈ જાય છે અને જામ થઈ જાય છે.
  • જ્યારે મળાશય ખેંચાય છે ત્યારે જ મગજને સંદેશાઓ મોકલવામાં આવે છે. જો તે ખેંચાયેલ રહે છે, તો તમને કોઈ નવો સંદેશ મળશે નહીં જેના દ્વારા તમને સૂચન મળે કે તમારે મળત્યાગ કરવાની જરૂર છે.
  • ટૂંક સમયમાં તમારાં આંતરડામાં મળ સંગ્રહણ થઈ જશે, જેને કબજિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે.

બાળકોમાં કબજિયાત થવું ખૂબ જ સામાન્ય છે, જે 3 માંથી 1 બાળકને અસર કરે છે અને શિશુઓને પણ અસર કરે છે. તે આપમેળે જ ઠીક થાય તેની રાહ ન જુઓ. તેના પર કામ કરો!

તમારું મળ તમને શું સૂચવે છે?

Poo checker translated into Gujarati

જો બાળકને કબજિયાત હોય તો તમે કેવી રીતે જાણી શકશો?

  • બાળકોએ દરરોજ અથવા ઓછામાં ઓછા દર બીજા દિવસે નરમ મળત્યાગ કરવો જોઈએ.
  • જો મળત્યાગ 1 - 3 પ્રકારનો હોય તો તેનો અર્થ છે કે મળ સંગ્રહિત થયેલો છે.
  • અઠવાડિયાંમાં 4 કરતાં ઓછા વખત મળત્યાગ કરવાનો અર્થ પણ એ છે કે મળ સંગ્રહિત થયેલો છે.
  • દિવસમાં 3 થી વધુ વખત મળત્યાગ કરવાનો સંકેત એ હોઈ શકે છે કે આંતરડાં ભરાઈ ગયા છે, અને સમયે-સમયે થોડું થોડું મળત્યાગ થયા કરે છે.
  • અજાણતા કપડાં ખરાબ થવા - જે સખત ગઠ્ઠા, નરમ પદાર્થ અથવા તો મળ સંગ્રહણને બાયપાસ કરતું પ્રવાહી, જેને અતિપ્રવાહ કહેવાય છે તે હોઈ શકે છે. બાળકનું આના પર કોઈ નિયંત્રણ હશે નહીં.
  • મોટું મળ, અથવા એક જ સમયે બહુ વધુ માત્રામાં મળ.
  • પેટમાં દુખાવો થવો અથવા મળત્યાગ સમયે દુખાવો થવો
  • ફૂલાયેલું/સૂજી ગયેલું પેટ.
  • અતિ દુર્ગંધયુક્ત મળ/પાદ, અથવા શ્વાસમાં આવતી દુર્ગંધ.
  • તેઓને ખાવાનું મન ન થાય અથવા તો બીમાર જણાય છે.
  • આંતરડાંમાં મળ ભરાય જવાને કારણે મૂત્રાશય પર દબાણ આવી શકે છે અને વારંવાર ઓછી માત્રામાં મૂત્રત્યાગ/તાત્કાલિકતા/દિવસ કે રાતના સમયે પેશાબ થઈ જવો/પેશાબની નળીઓમાં ઇન્ફેકશન કરી શકે છે.
Gujarati constipation

આમાંના માત્ર 2 લક્ષણો હોવાનો અર્થ છે કબજિયાત!

કબજિયાતની સારવાર કેવી રીતે કરવી

  • 2 અઠવાડિયાં માટે મળ સંબંધિત ડાયરી રાખો: તે કેવું દેખાય છે, કેટલી માત્રામાં છે, ક્યાં જાય છે.
  • તમારાં GP ને મળો: મળ સંબંધિત ડાયરી લો અને તેમને તમારાં બાળકના તમામ લક્ષણો જણાવો.
  • GP તમારાં બાળકની તપાસ કરશે અને કબજિયાત એ કોઈ અસ્પષ્ટ પરિસ્થિતિને કારણે થયું છે કે નહીં તે જાણવા માટે કેટલાક પ્રશ્નો પૂછશે.
  • GP એ મેક્રોગોલ લેક્સેટીવ જેમ કે મોવિકોલ, લેક્સિડો અથવા કોસ્મોકોલ લખી આપવી જોઈએ જે મળને નરમ પાડે છે અને તેને આગળ પસાર કરવામાં મદદ કરે છે (NICE માર્ગદર્શિકા મુજબ)

લેક્સેટીવ લેવા અંગે:

  • આમ તો મેક્રોગોલને પહેલા યોગ્ય પ્રમાણમાં પાણી સાથે મિક્સ કરવી જોઈએ, તેમ છતાં અન્ય ખોરાક/પીણું ઉમેરી શકાય છે – વાંચો: મેક્રોગોલ લેક્સેટીવ કેવી રીતે લેવા.
  • મોટાભાગના બાળકો ડિસિમ્પેક્શનથી શરૂઆત કરે છે - આનો અર્થ એ છે કે મળના સંગ્રહણને સાફ કરવા માટે ઘણી બધી દવાઓ લેવી - વાંચો: માતાપિતા માટે ડિસિમ્પેક્શનની માર્ગદર્શિકા.
  • જ્યારે આંતરડાં સાફ હોય છે ત્યારે તેઓને દરરોજ આ નાના ડોઝમાં લેતા રહેવા પડશે જેથી મળ નરમ રહે અને નીકળતું રહે.
  • તમારાં બાળકને લાંબા સમય માટે લેક્સેટીવ પર આધારિત રહેવાની જરૂર પડી શકે છે,
    પરંતુ ચિંતા કરશો નહીં, લેક્સેટીવ નુક્સાન કરશે નહીં. પણ ઓછી સારવાર થયેલ કબજિયાત નુક્સાન કરી શકે છે.

શૌચાલયમાં મળત્યાગ કરવો

  • શૌચાલયમાં યોગ્ય સમયે પહુંચો - ભોજનના 20 થી 30 મિનટ પછી અને સૂતા પહેલાં.
  • યોગ્ય રીતે બેસો – પગના તળિયા સપાટ અને કોઈ બોક્સ અથવા સ્ટૂલ પર અડગ રીતે ટેકવેલ હોવા જોઈએ, ઘૂંટણ કમરથી ઉપર હોવા જોઈએ. બેસવા માટેની સુરક્ષિત સ્થિતિ – તમારાં બાળકને બેસવા માટે બાળકો માટેની શૌચાલય સીટની જરૂર પડી શકે છે.
  • શૌચ કરવા માટે રિલેક્સ થાઓ. તેથી રમકડાં, ગેમ્સ અને પુસ્તકો શૌચાલયની બાજુમાં રાખો.

Boy blowing bubbles sat on toilet

દરેક વખતે શૌચક્રિયા કરતી વખતે તેને અલગ-અલગ પ્રવૃતિઓ અને કસરતો વડે 'પ્રવૃતિમય' રાખવાની કોશિશ કરો.

  • પેટને ઘડિયાળના કાંટાની દિશામાં મસાજ કરવાથી, શૌચાલયની સીટ પર આગળ પાછળ જુકવાથી મદદ મળી શકે છે.
  • પેટના સ્નાયુઓ વડે મળ નીચે ધકેલવા હસો/ખોંખારો ખાવ/ફૂંક મારો.
  • આ સમયને મજાનો સમય બનાવો! તમારાં બાળકને પ્રોત્સાહિત કરવા માટે ERIC ના ટોઇલેટના રિવોર્ડ ચાર્ટને જુઓ. શૌચાલય પર 10 - 15 મિનટનો સમય પૂરતો છે.

સ્વસ્થ શૌચને પ્રોત્સાહન આપવું

  • તમારાં બાળકને દરરોજ 6 - 8 પાણી આધારિત પીણાં પીવા માટે પ્રોત્સાહિત કરો.
  • તેમના ડાયટમાં ફળ અને શાકભાજી ઉમેરો.
  • કસરત કરો અને હરો-ફરો!

વધુ માહિતી

Last Reviewed: February 2024

Next Review: February 2027

On this page...

    Upcoming events

    Share this page