દિવસના સમયે મૂત્રાશય સંબંધિત સમસ્યાઓથી પીડાતા બાળકો માટે માર્ગદર્શન

બાળપણમાં અવારનવાર મૂત્રાશય સંબંધિત સમસ્યાઓ થયા કરે છે. મોટા ભાગની સમસ્યાઓ કાર્યક્ષમતા સંબંધિત હોય છે, જેનો અર્થ એ છે કે બીજું બધું બરાબર છે અને અન્ય કાર્ય યોગ્ય રીતે થવા જોઈએ. મૂત્રાશય સારી રીતે કાર્ય કરે તે માટે અહીં આપેલ 4 પગલાંઓ પર ચોક્કસપણે કામ કરવાથી મોટાભાગની સમસ્યાઓ ઉકેલી શકાય છે.

મૂત્રાશય કેવી રીતે કાર્ય કરે છે?

જ્યારે આપણે પ્રવાહી લઈએ છીએ, ત્યારે તે પ્રવાહી આપણાં આંતરડાંમાંથી પસાર થઈને લોહીમાં શોષાય જાય છે. હૃદય દ્વારા લોહી શરીરના બધા અંગોમાં પમ્પ કરવામાં આવે છે.

જ્યારે લોહી કિડનીમાંથી પસાર છે, ત્યારે તે ફિલ્ટર થાય છે અને તમામ બગાડયુક્ત પ્રવાહી દૂર કરવામાં આવે છે.

આ બગાડયુક્ત પ્રવાહી – પેશાબ, અથવા મૂત્ર – યુરેટર નામક લાંબી, પાતળી નળીઓ વાટે મૂત્રાશયમાં જાય છે.

Bladder with labels in Gujarati

  • મૂત્રાશય એ મૂત્ર સંગ્રહિત કરે છે. તેમાં સ્નાયુઓના બે સમૂહ હોય છે:
    • મૂત્રાશય સંકોચિત-વિમોચિત થઈ શકે એવા સ્નાયુઓથી બનેલા એક ફુગ્ગા જેવું છે. મૂત્રાશયમાં મૂત્રના ભરાવા માટે આ સ્નાયુઓ વિમોચિત હોવા જરૂરી છે.
    • મૂત્રાશયના નીચલા ભાગમાં સ્થિત સ્નાયુઓના સંકોચનથી મૂત્ર અંદર રોકાય રહે છે.
  • જ્યારે મૂત્રાશય ભરાઈ જાય છે, ત્યારે સંકોચાયેલા સ્નાયુઓ મગજને સંદેશ મોકલે છે કે હવે પેશાબ કરવાની જરૂર છે.
  • આ બે સ્નાયુઓને શું કરવું તે જણાવવા પ્રત્યુત્તરમાં મગજ સંદેશ મોકલે છે: જે સ્નાયુઓ સંકોચાયેલા છે તેને વિમોચન કરવા અને ખોલવા માટેની સૂચના હોય છે અને બીજા સ્નાયુઓને મૂત્રાશય ખાલી ન થાય ત્યાં સુધી સંકોચિત થતાં રહેવા માટે સૂચના આપવામાં આવે છે. અથવા, જો હાલમાં મૂત્રાશય ખાલી કરવું અનુકૂળ ન હોય, તો મગજ આ સ્નાયુઓને રોકી રાખવા માટેનો સંદેશ મોકલે છે.

મૂત્રાશય સારી રીતે કાર્ય કરે તે માટેના 4 પગલાં

એક સ્વસ્થ મૂત્રાશય ઓછા દબાણે મૂત્રને સંગ્રહિત કરે છે અને મૂત્રાશય સ્કૂલમાં ભણતા બાળકોમાં દિવસમાં 4 થી 7 વખત ખાલી થાય છે અને તેનાથી નાની વયના બાળકોમાં વધુ વખત ખાલી થાય છે.

પગલું 1. સૌથી પહેલા તમારે આંતરડાની તપાસ કરાવવાની જરૂર છે!

મળનો અતિસંગ્રહ થવાથી મૂત્રાશયને ફૂલીને ભરાવા માટે જે જગ્યાની જરૂર છે તે જગ્યા સંપૂર્ણપણે આંતરડા દ્વારા રોકાય જાય છે. મળનો અતિસંગ્રહ કે જેને કબજિયાત પણ કહેવામાં આવે છે, તે બાળકોમાં ખૂબ જ સામાન્ય છે. તેથી, જો મૂત્રાશય સારી રીતે કાર્ય ન કરી રહ્યું હોય, તો હંમેશા મળ અતિસંગ્રહણ પર શંકા કરો!

 

કબજિયાત મૂત્રાશય પર કેવી અસર કરે છે?

  • વારંવાર, ઓછું મૂત્ર
  • તાકીદ (શૌચાલયમાં તાત્કાલિકપણે જવું પડે).
  • દિવસના સમયે પેશાબ થઈ જવો
  • રાતના સમયે પેશાબ થઈ જવો
  • પેશાબની નળીઓમાં ઇન્ફેકશન (યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેકશન, UTI)નું જોખમ

તમે કેવી રીતે તપાસ કરશો?

  • મળ હંમેશા નરમ અને સરળતાથી પસાર થાય એવો હોવો જોઈએ.
  • બાળકોએ દિવસમાં 3 વખતથી લઈને અઠવાડિયાંમાં 4 વખત સુધી મળત્યાગ કરવો જોઈએ.
  • કદમાં મોટું કે કઠણ મળ આવવું, ફૂલેલું પેટ અને બગડેલ પેન્ટ - આ બધા કબજિયાતના લક્ષણો છે. વધુ સૂચનો અને તેની સારવાર કેવી રીતે કરવી તે અંગે માહિતી મેળવવા માટે ERIC નું કબજિયાત ધરાવતાં બાળકો માટે માર્ગદર્શન (Advice for children with constipation) જુઓ.

પગલું 2. ત્યારબાદ જે બાબત ધ્યાનમાં લેવી જોઈએ એ છે પેશાબની નળીઓમાં ઇન્ફેકશન

પેશાબમાં રહેલા જંતુઓના કારણે મૂત્રાશય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ક્યારેક બાળક બીમાર જણાતું નથી, તેથી તમે એ અનુમાન નહીં કરી શકો કે તેમને પેશાબની નળીઓમાં ઇન્ફેકશન (UTI) છે કે કેમ.

UTI ને કારણે મૂત્રાશયને કેવી રીતે અસર થાય છે?

  • વારંવાર, ઓછું મૂત્ર
  • તાકીદ
  • દિવસના સમયે પેશાબ થઈ જવો
  • રાતના સમયે પેશાબ થઈ જવો

તમે કેવી રીતે તપાસ કરશો?

  • મૂત્ર દુર્ગંધયુક્ત અને/અથવા ઘટ્ટ હોય શકે છે.
  • બાળકને પેટમાં દુખાવાની અથવા પેશાબ કરતી વખતે બળતરાની ફરિયાદ હોય શકે છે.
  • તમારાં ડૉક્ટરને મળો – UTI ની પુષ્ટિ કરવા માટે એક સરળ પરીક્ષણ કરી શકાય છે.

પગલું 3. પૂરતી માત્રામાં પ્રવાહી લો!

તમે કેટલા પ્રમાણમાં પ્રવાહી લો છો તે તમારાં મૂત્રાશયના કાર્યમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. યાદ રાખો કે મૂત્રાશય સ્નાયુઓથી બનેલું છે – બધા સ્નાયુઓને સ્વસ્થ રાખવા માટે તેને કાર્યરત રાખવા જરૂરી છે.

પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો

  • દિવસમાં ઓછામાં ઓછા 6 – 8 કપ પ્રવાહી લો.
  • તમારાં બાળકની ઉંમરના આધારે યોગ્ય કપ પસંદ કરો – દા.ત. 7 વર્ષના બાળક માટે 200 મિલી, 11 વર્ષના બાળક માટે 250 મિલી.
  • મૂત્રાશય માટે ઘટ્ટ મૂત્ર ખરેખર નુક્સાનકારક છે! તેના કારણે મૂત્રાશયમાં બળતરા થાય છે, અને જરૂર ન હોય ત્યારે તેના પર દબાણ આવે છે.
  • તમે કેટલા હાયડ્રેટેડ (શરીરમાં પ્રવાહીની માત્રા) છો તે જોવા માટે એક વાર અમારા મૂત્ર ચેકર ને જુઓ.

Boy drinking water

 

સમયાંતરે પ્રવાહી લો

  • સવારે ઊઠતાંની સાથે જ સૌથી પહેલા થોડું પ્રવાહી લેવાથી શરૂઆત કરો.
  • સ્કૂલ/નર્સરી દરમિયાન પણ પ્રવાહી લેવાનું ચાલુ રાખો – ઘરે પહોંચવાના સમય સુધી રાહ ન જુઓ!
  • સમયાંતરે પ્રવાહી લેવાના આયોજન માટે ડ્રિંકિંગ રિવોર્ડ ચાર્ટ નો ઉપયોગ કરો.

ઉચિત પ્રવાહી લો

  • પાણી સર્વશ્રેષ્ઠ છે.
  • થોડી માત્રામાં દૂધ પીવું સારું છે.
  • સારી રીતે પાણી સાથે મિશ્રિત કરેલ ફળોનો રસ અને સ્ક્વોશ લેવા પણ ઠીક છે.

શું ટાળવું જોઈએ

  • કેફીન (દા.ત. કોલા, એનર્જી ડ્રિંક્સ, કોફી, ચા). મૂત્રાશય માટે તે બિલકુલ યોગ્ય નથી!
  • કાર્બોનેટેડ પીણાં અને/અથવા બ્લેકકરંટ, ઓરેન્જ, કૃત્રિમ રંગ, સ્વાદ વધારતા પદાર્થ, સ્વીટનર્સના કારણે કેટલાક લોકોને મૂત્રાશય સંબંધિત સમસ્યાનો અનુભવ થાય છે, કારણ કે આ પદાર્થોથી મૂત્રાશયમાં બળતરા થઈ શકે છે.

પગલું 4. પેશાબ કરવા માટે રિલેક્સ થાઓ

જ્યારે મૂત્રત્યાગ કરવાનો સમય થાય છે, ત્યારે મૂત્રત્યાગ કરવા માટે શું કરવું એ સૂચના સાથે મગજ સ્નાયુઓના બે સમૂહોને સંદેશ મોકલે છે.
પરંતુ, જ્યાં સુધી આપણે રિલેક્સ ન થઈએ ત્યાં સુધી આ સંદેશ પહોંચી શકતા નથી.
  • યોગ્ય રીતે બેસો – પગના તળિયા સપાટ અને કોઈ બોક્સ અથવા સ્ટૂલ પર અડગ રીતે ટેકવેલ હોવા જોઈએ, ઘૂંટણ કમરથી ઉપર હોવા જોઈએ. બેસવા માટેની સુરક્ષિત સ્થિતિ – તમારાં બાળકને બેસવા માટે બાળકો માટેની શૌચાલય સીટની જરૂર પડી શકે છે.
  • પેશાબ કરવા માટે રિલેક્સ થાઓ. તેથી રમકડાં, ગેમ્સ અને પુસ્તકો શૌચાલયની બાજુમાં રાખો.
  • તમારો સમય લો.
  • મૂત્રત્યાગ માટે છોકરાઓને ઊભા રહેવાની જરૂર નથી! બેસવાથી ઘણા  સરળતાથી રિલેક્સ થઈ શકાય છે, અને તેનાથી મૂત્રાશયને મહત્તમ મૂત્રનો ત્યાગ કરવામાં મદદ મળે છે. ઉપરાંત તેમને કદાચ મળત્યાગ પણ કરવો હોય શકે છે.
બાળકોને સામાન્ય રીતે દિવસમાં 4 – 7 વખત પેશાબ કરવો પડે છે. પેશાબને રોકી રાખવો કે વારંવાર પેશાબ જવું એ મૂત્રાશય માટે નુક્સાનકારક છે!
મૂત્રાશય તરફથી મળતા સંકેતો પર ધ્યાન આપવા માટે અને આ સંકેતો મળતાની સાથે તરત જ પ્રતિક્રિયા આપવા તમારાં બાળકને પ્રોત્સાહિત કરો. જો જરૂરી જણાય તો શૌચાલયમાં જવા માટે આયોજન કરવામાં મદદ કરવા અને પ્રેરણા આપવા માટે ટોઇલેટીંગ રિવોર્ડ ચાર્ટ નો ઉપયોગ કરો!
Boy blowing bubbles sat on toilet

ચિંતા કરશો નહીં!

પરિસ્થિતિ સુધરે તે પહેલાં વધુ ખરાબ થઈ શકે છે – એક મૂત્રાશય
જે વધારે પ્રમાણમાં મૂત્ર સંગ્રહિત કરવા ટેવાયેલું નથી, તે તરત જ વધુ પ્રમાણમાં લેવાતા પ્રવાહીને અનુરૂપ થઈ શકશે નહીં! મૂત્રાશયને યોગ્ય કાર્ય કરવા માટે કેળવવામાં સમય લાગે છે.

જો સમસ્યાઓ ચાલુ રહે તો શું કરવું?

  • પ્રવાહી લેવાની સંખ્યા, શૌચાલયમાં જવાની સંખ્યા અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને, મૂત્રાશય કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તેનો રેકોર્ડ રાખો. ERIC નો ઇનટેક-આઉટપુટ ચાર્ટ તમને બધી વિગતોની નોંધ કરવામાં મદદ કરશે.
  • તમારા GP ને મળો:
    • ચાર્ટ લો અને તેમને તમારાં બાળકના તમામ લક્ષણો જણાવો.
    • GP તમારાં બાળકની તપાસ કરશે અને મૂત્રાશય સંબંધિત સમસ્યાઓ એ કોઈ અસ્પષ્ટ પરિસ્થિતિને કારણે થઈ છે કે નહીં તે જાણવા માટે કેટલાક પ્રશ્નો પૂછશે. આવું ભાગ્યે જ થાય છે, પરંતુ તપાસવું મહત્વપૂર્ણ છે.
    • મૂત્રાશય સંબંધિત સમસ્યાઓ થવાના જુદા જુદા ઘણા કારણો છે – વિગતવાર મૂલ્યાંકન કરવાથી શું સમસ્યાઓ થઈ રહી છે તે જાણવામાં અને સારવાર નક્કી કરવામાં મદદ મળશે. આ તપાસ GP પોતે કરી શકે છે અથવા તેઓ બાળક માટે કોઈ નિષ્ણાતના ક્લિનિકને રિફર કરી શકે છે.
  • અજાણતા પેશાબ થઈ જતો હોય તો તેના પર નિયંત્રણ રાખવા માટે કેટલાક સહાયક ઉત્પાદનો વિશે વિચારો. સમસ્યાનું નિદાન અને સારવાર કરવામાં સમય લાગશે; આ સમય દરમિયાન તણાવ ઓછો કરવા માટે ધોઈ શકાય એવા શોષક પેન્ટ અથવા નાના ડિસ્પોઝેબલ પેડ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. સૂચનો માટે ERIC ની ઓનલાઈન શોપ જુઓ.

વધુ માહિતી

Next Review: January 2027

Last Reviewed: January 2024

On this page...

    Upcoming events

    Share this page